Click here to visit The Official Web Site of Khodal Dham Trust – Kagvad
લેઉવા પટેલ સમાજના સંકુલનો તા. ૨૧મીએ શિલાન્યાસ.
અનેક ધાર્મિક્સ્થળો, સંતોની જગ્યાઓને લીધે જાણીતા સૌરાષ્ટ્રમાં હવે ધાર્મિક અને સામાજિક ઉત્કર્ષ તથા ઉત્થાનના શિખર અને સીમાસ્તંભ સમાન ખોડલધામ નામનું એક વિરાટ સંકુલ રચાવા જઇ રહ્યું છે. ખોડલધામ સંકુલનો શિલાન્યાસ તા. ૨૧ જાન્યુઆરી, શુક્રવારે થશે. વીરપુર-કાગવડ પાસે આ વિરાટ કાર્ય હાથ ધરાશે.
લેઉવા પટેલ સમાજને વર્તમાન સમયમાં ચેતનવંતો અને આત્મગૌરવવંત બનાવવા, શિક્ષણ દ્વારા સમજ વિકસાવવા, યુવાનોને રમતક્ષેત્રે આગળ વધારવા અને કૃષિ વ્યવસાયને સંશોધન આધારિત બનાવવા ખોડલધામ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.
વિકાસના માધ્યમ તરીકે ભૂમિકામાં રહેનાર આ સંસ્થા જ્ઞાતિનું ઘડતર કરી પ્રવર્તમાન સમય અને ભવિષ્યની માંગ સંતોષવામાં મહત્વનો ભાગ ભજવશે તેવી આશા ટ્રસ્ટીઓએ વ્યક્ત કરી છે. શુક્રવાર,તા. ૨૧ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ બપોરે બે વાગ્યે આ સંકુલનો શિલાન્યાસ થશે. નેશનલ હાઇ-વે નં. ૮ પર વીરપુર પાસે કાગવડ ખાતે ખોડલધામ પ્રોજેક્ટ આકાર પામશે.
ફક્ત મંદિર નહીં, જીવનના હેતુની ઇમારત –
ટ્રસ્ટીઓએ જણાવ્યું કે ખોડલધામના નિર્માણનો હેતુ ભક્તિ દ્વારા શક્તિનું સર્જન કરવાનો છે. આ સંકુલ ફક્ત એક મંદિર ન બની રહેતાં લેઉવા પટેલ સમાજની આકાંક્ષાઓ અનુસાર જીવંત હેતુ પાર પાડનારું કેન્દ્ર બની રહેશે.
શું પ્રવૃત્તિઓ થશે?
ખોડલધામમાં જ્ઞાતિ ઈતિહાસ-પરંપરા,સાંસ્કૃતિક કાર્યક્રમો, ગૌશાળા, યોગ, મંદિરમાં પૂજા આરતી, રમત સંકુલ, શાળા-કોલેજ, કૃષિ સંશોધન કેન્દ્ર વગેરે બનશે અને તે તમામ પ્રવૃત્તિ ત્યાં થશે.
૪૩૪૩ ચો.મી.માં મંદિર બનશે –
આખું ખોડલધામ ૭૦ એકરમાં બનશે. લંબાઇ ૨૭૧ ફૂટ, પહોળાઇ ૨૭૩ ફૂટ, નાગરાદી જાતિનો પંચદશ મેરૂ સૌભાગ્ય પ્રાસાદ, ગૂઢ મંડપ, નૃત્યમંડપ,બગીચા પણ બનશે.

Subscribe

13 ResponsesLeave one →
Leave a Reply