Play Game

Hitesh Ramoliya's Blog

Something about my Gujarat

Download Free Gujarati Garba / Khodaldham Trust

Amar InfoTech - Software development company, Offshore development services, Custom Application Development Services, Web development India
Khodaldham | Khodaldham Trust Kagwad

ખોડલધામ ઈતિહાસ રચવા સજજ

FacebookGoogle GmailGoogle BuzzGoogle BookmarksTwitterShare

Click here to visit The Official Web Site of Khodal Dham Trust – Kagvad

૨૧મી જાન્યુઆરીના રોજ કાગવડ ખાતે ખોડલધામની શિલાન્યાસ વિધિ પ્રસંગને ભવ્યાતભિવ્ય સફળ બનાવવા અનેક આયોજન થઇ ચૂકયા છે. આ ખોડલધામ હવે ઈતિહાસ રચવા માટે આગળ વધી રહ્યું છે. જેમાં ખોડિયારનો ખોડલ રથ સમગ્ર શહેર અને તાલુકા મથકોએ ફરી રહ્યો છે. જે વિસ્તારમાં રથ નીકળ્યો છે ત્યાં લેઉવા પટેલો જ નહીં પરંતુ અન્ય જ્ઞાતિના લોકો પણ ઉમટીને જોડાઇ રહ્યા છે.

૨૫ ડિસેમ્બરથી શરૂ થયેલો આ રથ સૌરાષ્ટ્રના તમામ શહેરો અને ગામડાઓમાં ફરી ચૂકયો છે.

અદ્ભુત આયોજનથી આ ધામમાં ચાર – ચાંદ લાગી ગયા છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રવકતા અનીલભાઇ પાનસુરિયાએ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તાલુકાઓ અને ગામડાઓમાં જઇ ખોડલધામનો પ્રચાર કર્યો છે.

રાજકોટના વોર્ડ ૧૮ના લેઉવા પટેલ સમાજની એકતાએ સૌ પ્રથમ રણશિંગુ ફૂકયું હતું જેમાં સત્યમ પાર્ટી પ્લોટના શૈલેષભાઇ સહિતના આગેવાનોએ ટીમ બનાવી જેમા શિક્ષિત, અશિક્ષિત યુવાનો ઉદ્યોગપતિઓ, વિચારકો, લેખકોની ટીમે સંગઠન કામે લગાડીએ કામો ટોચ સુધી પહોંચાડિયું.સમગ્ર ગુજરાતના લેઉવા પટેલોને રૂબરૂ જઇ આમંત્રણ પાઠવાયું

શ્રી ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ ટ્રસ્ટી નરેશભાઇ પટેલ તેમની ટીમના ટ્રસ્ટીઓ ઉપપ્રમુખ પ્રવીણ જસાણી, શૈલેષ અકબરી, દિનેશ ચોવટિયા, ચમન શીંગાળાએ સંસ્થાના સૂત્ર ચાલો એક બનીએ રૂબરૂ જઇ સમગ્ર ગુજરાતમાં વસતા લેઉવા પટેલ સમાજને આમંત્રણ પાઠવ્યું છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ, બરોડા, સુરત, અંકલેશ્ર્વર, નવસારી, વલસાડ, વાપી જઇ આમંત્રણ આપી દીધા છે.

કોણ કોણ ઉપસ્થિત રહેશે

૨૧મી યોજાનાર શિલાન્યાસમાં કેશુભાઇ પટેલ, આર.સી. ફળદુ, દિલીપ સંઘાણી, કનુભાઇ ભાલાળા, આનંદીબેન પટેલ, ડો. ભરત બોઘરા, વિôલભાઇ રાદડિયા, નરહરી અમીન, સિધ્ધાર્થ પટેલ, દિનશા પટેલ, પ્રફુલ પટેલ, કરશનભાઇ પટેલ, રવજી વસાણી, ગુણવંત સોજીત્રા, બાબુ શેલડિયા, વલ્લભ કાકડિયા, કનુ પટેલ, મગન દૂધાત, ગોવિંદ ધોળકિયા સહિતના તમામ શહેરોના લેઉવા પટેલ અગ્રણીઓને રૂબરૂમાં કહેવાઇ ગયું છે.

ખોડલધામ ખાતે નિ:શુલ્ક ડામર રોડનું કામ પૂર્ણ

૨૧મી જાન્યુઆરીએ પટેલ સમાજનું આત્મ ગાૈરવ જયાં ઉજાગર થવાનું છે અને માં ખોડિયારની ભિકત દ્વારા શક્તિના દર્શન થવાના છે એવા ગોંડલ નેશનલ હાઇવે ૮-બી ઉપર આવેલ વીરપુર થી આગળ કાગવડ ખાતે નિમૉણ થનાર ખોડલધામના શિલાન્યાસ જવા માટે કાચો રોડ હતો. ત્યાં કૃણાલ કન્ટ્રકશન અને રેવા ઇન્ફાસ્ટ્રકચર દ્વારા રોડની બન્ને બાજુ ૧.૫૦ મીટર મેટલિંગ અને કાગવડ ગામમાં ૮૦૦ મીટર ડામર રોડનું કામ નિ:શુલ્ક કરી આપેલ છે.

FacebookGoogle GmailGoogle BuzzGoogle BookmarksTwitterShare

25 ResponsesLeave one →

  1. jagdish chovatiya

     /  02/19/2011

    khodal dham vise mahit

  2. very nice place

Leave a Reply

In an effort to prevent automatic filling, you should perform a task displayed below.