Play Game

Hitesh Ramoliya's Blog

Something about my Gujarat

Download Free Gujarati Garba / Khodaldham Trust

Amar InfoTech - Software development company, Offshore development services, Custom Application Development Services, Web development India
Khodaldham | Khodaldham Trust Kagwad

ખોડલધામનો દબદબાભેર શિલાન્યાસ

FacebookGoogle GmailGoogle BuzzGoogle BookmarksTwitterShare

Click here to visit The Official Web Site of Khodal Dham Trust – Kagvad

કાગવડમાં ઈતિહાસ રચાયો : ૭ લાખ લેઉવા પટેલો ઊમટી પડ્યા: એંસી કરોડના દાનની ઘોષણા
૨૧મી જાન્યુઆરીના રોજ કાગવડ અને ખોડલધામની શિલાન્યાસની તમામ તૈયારીઓ અંતિમ ચરણમાં ચાલી રહી છે. ૧૦ દિવસથી પ્રસાદી માટેનું રસોડું કાર્યરત કરાયું છે. જેમાં અંદાજે ૧૨ લાખથી વધુ લાડું બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત ગાંઠિયા, કંકુ અને માતાજીનો ફોટો અને પાણીના પાઉચ એક બેગમાં પેક કરીને આપવામાં આવશે.

આ મહોત્સવને સફળ બનાવવા માટે તબીબો બાદ એડવોકેટોની મિટિંગ યોજાઇ ગઇ હતી, પ્રવાહ – પ્રસાર સમિતિઓ દ્વારા તમામ લોકોને રૂબરૂમાં આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે. જ્યારે આજે સરદાર પટેલ કર્મચારી મંડળની મહાજલાભિષેક કાર રેલી યોજવામાં આવી હતી. જ્યારે ગોંડલ તાલુકાના ૭૫ ગામોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. પાંચ લાખ લોકો આવવાના હોવાથી ટ્રાફિક વ્યવસ્થા સિકયુરિટી સહિતની તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મહોત્સવને સફળ બનાવવા પ્રમુખ નરેશભાઇ પટેલ, પરેશ ગજેરા, શૈલેષ અકબરી સહિતના તમામ સભ્યો ખભ્ભે ખભ્ભા મીલાવી તન, મન, ધનથી કામે લાગી ગયા છે.

બે કરોડનો ખર્ચ સૌજન્યથી થશે –

૨૧મી તારીખે ભવ્યાતભિવ્ય શિલાન્યાસ યોજાવાનો છે. તેમાં લાઇટિંગ, મંડપ, ડોમ, ડામર રોડ, પ્રસાદ સહિતની તમામ વ્યવસ્થા માટે ૨ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ થવાનો છે. પરંતુ લેઉવા સમાજના લોકોએ તમામ વસ્તુએ પોતાના માથે લઇ લેતા આ સમગ્ર કાર્યક્રમ સૌજન્યથી યોજાશે.

૨૦૦થી વધુ એનઆરઆઇ આવશે -

લેઉવા પટેલ સમાજના લોકો વિશ્વભરમાં ફેલાયેલા છે. એટલે આ કાર્યક્રમમાં ઇંગ્લેન્ડથી ૧૫૦ લોકો અને યુએસએથી ૫૦ થી વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા આવવાના છે.

નરેશ પટેલની સમાજને અપીલ –

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પોતાના સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે પાંચ લાખ લોકો એકઠા થવાના છે તો પોતે જ શાંતિથી આવી સ્વયંમતા રાખે. કોઇને અગવડતા ના પડે તેવું જાતે જ કરે તેવી અપીલ કરી છે.

મા ખોડલને જે ધરશે, લક્ષ્મી તેનું ઘર ભરશે -

કાર્યક્રમ સ્થળ ઉપર માં ખોડલની હૂંડી રાખવામાં આવે છે. જેમાં મંદિર બનાવવા માટે દાનપેટી જેવું રાખવામાં આવ્યું છે. જેમાં ત્યાં આવનાર લોકો સોનું ચાંદી રૂપિયા મામને અર્પણ કરી શકશે.

FacebookGoogle GmailGoogle BuzzGoogle BookmarksTwitterShare

29 ResponsesLeave one →

Leave a Reply

In an effort to prevent automatic filling, you should perform a task displayed below.